Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

તાજિકિસ્તાનમાં જેલમાં સંઘર્ષ: 20 કેડી સહીત બે રક્ષકોનું મોત

નવી દિલ્હી: તાજિકિસ્તાનના ઉતરી શહેર ખુજાદમાં એક જેલમાં થયેલ ખૂની સંઘર્ષમાં લગભગ 20 કેદીઓ અને બે રક્ષક મૃત્યુ પામ્યા છે આ જાણકારી સુરક્ષા સૂત્રો દ્વારા સરકારી સમાચાર એજન્સીને મળી છે સૂત્રોએ વધુમાં માહિતી આપીને જણાવ્યું છે કે આ ઘટનામાં  6 ગાર્ડને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે જેલમાં દંગ થયા હતા પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(3:09 pm IST)
  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST