Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સિંગાપોરની છે આ એક ખાસ વિશેષતા:આ રીતે કરી સ્વચ્છતા દિવસની ઉજવણી

નવી  દિલ્હી:ઉત્તર સિંગાપોરના ખાતિબ પ્રાંતમાં લગભગ 200 સ્વયંસેવકો એક હાઉસિંગ એસ્ટેટમાં કચરો શોધી રહ્યા હતા. તેમાં બાળકો સહિત કેટલાક પરિવારો અને એક સ્થાનિક દવાખાનાની વ્યક્તિ હતી.

'નૉર્થ વેસ્ટ બ્રિસ્ક વૉકિંગ ક્લબ'ના કેટલાક સભ્યો પણ ત્યાં હતા, જેમણે એક સરખાં ટી-શર્ટ્સ પહેરેલાં હતાં. તેમાં કેટલાક વડીલો પણ હતા.કેટલાક લોકોએ આસપાસની ઝાડીઓમાંથી સિગારેટનાં ઠૂંઠા શોધ્યાં તો કેટલાકે ટેબલ છોડી દેવાયેલાં ટિસ્યૂ પેપર ઉઠાવ્યાં.ઇમાનદારીથી કહીએ તો તેને સ્વચ્છતા દિવસ કહેવો જ યોગ્ય નહોતું લાગતું કેમ કે બધું અગાઉથી જ સાફ હતું. કોઈ પણ સ્વયંસેવકનો કોથળો ભરાયો નહોતો.

(9:57 pm IST)