Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

બાળક રડે તો પગના આ 2 પોઈન્ટ થોડી મીનિટ માટે દબાવો, થઈ જશે શાંત

રડતાં બાળકને શાંત પાડવું એટલું સરળ નથી. કેટલીક વખત બાળકની મા અને પિતા ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં બાળકને ચૂપ કરી શકતાં નથી. આ રીતે તમે તમારા બાળકના પગના કેટલાક ખાસ પોઇન્ટ્સ દબાવીને એને સરળતાથી શાંત પાડી શકો છો.

હીલિંગ પદ્ધતિથી બાળકને થશે શાંત

હીલિંગ એક જૂની પદ્ધતિ છે, રિફલેક્સોલોજી, એને ચીનમાં શરૂ કરવામાં આવી હતી. રિફલેક્સોલોજીમાં શરીરના કેટલાક પોઇન્ટ્સ પર પ્રેશર આપવામાં આવે છે. આપણે સૌથી પહેલા સમજવું પડશે કે બાળક શું કામ રડે છે? જ્યારે બાળકને કંઇક એવી તકલીફ થાય છે ત્યારે પેરેન્ટ્સને જોવા મળતી નથી જેમ કે માથાનો દુખાવો, પેટમાં દુખાવો વગેરે થાય ત્યારે બાળક રડવા લાગે છે. જો તમારું બાળક સતત એક કલાકથી રડી રહ્યું છે તો બની શકે છે કે ગેસ્ટ્રિટિસના કારણે એના પેટમાં દુખાવો અથાવા માથામાં દુખાવો થતો હોય.

દરેક આંગળીને 3 મીનિટ સુધી દબાવો

આવી સ્થિતિમાં બાળકના પગની આંગળીઓને ધીમે ધીમે દબાવો. દરેક આંગળીને લગભગ 3 મિનીટ સુધી દબાવો, એનાથી એના માથાનો દુખાવો ઓછો થશે. જો બાળકને એનાથી આરામ મળતો નથી તો શક્ય છે કે એને ગેસની સમસ્યા હોય. એના માટે બાળકના પગના મધ્ય ભાગમાં બરોબર નીચે દબાવવાથી બાળકને ગેસના કારણે થતાં દુખાવાથી આરામ મળે છે. એક વખત બાળકના દુખાવામાં આરામ મળશે તો એ રડવાનું બંધ પણ કરશે.

ડોક્ટરને બતાવો

આ બધા પ્રયત્નો બાદ પણ જો તમારું બાળક રડવાનું બંધ કરતું નથી કો એને એક વખત ડોક્ટર પાસે જરૂરથી બતાવો. બની શકે છે બાળકને બીજી કોઇ સમસ્યા હોય.

(1:47 pm IST)