Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ટાર્ગેટ પૂરો ન થતાં કર્મચારીઓને જબદરસ્તી કરાઈ યુરિન પીવાની અને વંદા ખાવાની સજા

જે લોકો વેચાણ સાથે સંકળાયેલા છે તેમને માટે ટાર્ગેટ શબ્દને ધબકારાની જેમ જીવતા હોય છે.  ટાર્ગેટ યાને કે નિર્ધારિત લક્ષ્‍યાંક પામી લેવાનું દબાણ કંપનીઓમાં સહજ ગણાતું હોય છે પણ કયારેક એવી ઘટનાઓ પણ બને છે જે ટાર્ગેટની સામે સવાલો ઊભા કરી દે છે. તાજેતરમાં જ ચીનમાં આવી એક ઘટના બની છે.  સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટનો અહેવાલ જણાવે છે કે ટાર્ગેટ પૂરો ન થતાં કર્મચારીઓને જબદરસ્તી યુરિન પીવડાવવાની ઘટના બાબતે મેનેજરને જેલને હવાલે કરવામાં આવ્યા છે.  કર્મચારીઓને પટ્ટાથી ફટકારવામાં આવતા હોય અને તેઓ નાક દબાવીને પ્લાસ્ટિકનાં કપમાં પીળું પ્રવાહી પીતા હોય તેવા દૃશ્યોવાળો એક વીડિયો ચીનના સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.  અહેવાલ મુજબ જો ટાર્ગેટ પૂરો નહીં કરવામાં આવે તો વંદા ખવડાવવામાં આવશે તેવી સ્ટાફને ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ ઘટના ગુઈઝોઉ શહેરની હોમ રિનોવેશન કંપનીમાં બની હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ કંપનીમાં કર્મચારીઓને સજા આપવા તેમજ શરમજનક સ્થિતિમાં મૂકવા, ટૉઇલેટનું કે વિનેગર પીવા મજબૂર કરવા કે તેમનું મુંડન કરાવવું એવી અન્ય પ્રથાઓ પણ પ્રચલિત છે.

(9:32 am IST)