Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ત્વચાને ચમકદાર બનાવે છે લીંબુનો રસ

લીંબુનો સ્વાદ ખૂબ જ ખાટો હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુમાં ભરપુર માત્રામાં વિટામીન-સી, સિટ્રીક એસિડની સાથે અન્ય પોષક તત્વ પણ હોય છે. જે ચહેરાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. લીંબુના રસના ઉપયોગથી તમારા ચહેરાની ત્વચા સુંદર અને ચમકદાર બને છે.

 ચહેરા પરના ડાઘને દૂર કરવા માટે ખાંડ અથવા મલાઈમાં લીંબુનો રસ મિકસ કરી ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

 જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા છે, તો લીંબુના રસમાં થોડુ મીઠુ (નમક) મિકસ કરી તમારા ચહેરા પર લગાવો. ૫ મિનીટ બાદ થોડા નવશેકા પાણી ધોઈ લો. તેનાથી ખીલની સમસ્યા દૂર થશે.

 જો તમારા દાંત પીળા છે, તો લીંબુના રસમાં થોડી હિંગ મિકસ કરી, દાંત પર મસાજ કરો. તેનાથી તમારા દાંત ચમકદાર બની જશે.

 સુંદર અને ચમકદાર ત્વચા માટે લીંબુના રસમાં થોડુ મધ અને હળદર મિકસ કરી, તમારા ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આવુ કરવાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર થઈ જશે.

(9:24 am IST)