Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી

દર વર્ષે આશરે 4500 લોકો આત્મહત્યા :ખુબ જ ચિંતાજનક આંકડો:થેરેસા મેનું નિવેદન

 

લંડન : બ્રિટન આત્મહત્યા અટકાવવા માટે પહેલીવાર એક મંત્રીની નિયુક્તિ કરાઈ છે પગલું વિશ્વ માનસિક સ્વાસ્થય દિવસ પર ઉઠાવવામાં આવ્યું છે.બ્રિટનમાં દર વર્ષે આશરે 4500 લોકો અકાળે જીવન લીલા સમાપ્ત કરે છે. બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે, સ્વાસ્થય મંત્રી જેકી ડોયલ પ્રાઇસને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેના કારણે આત્મહત્યાનાં કિસ્સાઓ અટકાવવામાં મદદ મળશે.

 થેરેસા મેએ એક નિવેદનમાં જણાવ્યું કે, પગલાથી તે ધબ્બાને અટકાવી શકાશે, જેના કારણે ઘણા લોકો ચુપ રહીને પીડા સહેવા માજે મજબુર બને છે. આપણે આત્મહત્યા રૂપે ત્રાસદાયક પગલાને અટકાવી શકીશું. આપણે આપણા બાળકને માનસિક રીતે પુરતું વાતાવરણ પ્રદાન કરી શકીએ છીએ

  પ્રકારની પહેલ કરનારા બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. તેમણે કહ્યું કે, જો આપણે પોતાના માનસિક સ્વાસ્થય તરફ ધ્યાન નથી આપી રહ્યા તો આપણે પોતાનાં સ્વાસ્થય પર પણ ધ્યાન નથી આપી રહ્યા. આપણે માનસિક અને શારીરિક સ્વાસ્થય, બંન્ને પર ધ્યાન આપવાની જરૂર છે. માત્ર આપણે પોતાની સ્વાસ્થય પ્રણાલીઓમાં સ્વાસ્થય પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ કક્ષાઓમાં, કાર્યસ્થળોમાં અને સમુદાયોમાં પણ સ્વાસ્થય પર ધ્યાન આપવું જરૂરી છે

  નવો વિભાગ માનસિક સ્વાસ્થય, વિષમતાઓ અને આત્મહત્યાને અટકાવવાનું કામ કરશે. વિભાગ આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય પ્રયાસોની આગેવાની કરશે. પોતાની નવી ભુમિકામાં જૈકી આત્મહત્યાનો દર ઘટાડવા તથા મદદ માંગવા મુદ્દે લોકોનાં મનમાં રહેલી ડરને દુર કરશે

(10:43 pm IST)