Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત

નવી દિલ્હી :સ્પેનના મેજોર્કા આઇલેન્ડમાં મંગળવારે રાત્રે આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે બે બ્રિટિશર્સ સહિત 14 લોકોનાં મોત થયા છે જ્યારે 20 લોકો ગુમ છે. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં મેજોર્કાના સેન્ટ લોરેન્ઝ ટાઉનમાં પૂરના ધસમસતા પાણીમાં વાહનો પણ વહી જતા જોવા મળે છે. મોટાંભાગની પાર્ક કરેલી કાર પાણીમાં ડૂબી ગઇ હતી. પ્રભાવિત વિસ્તારમાં લોકોની મદદ માટે વેલેન્સિયાની મિલિટરી ઇમરજન્સી યુનિટને મોકલી આપ્યું છે. લોકલ મીડિયા અનુસાર, ગવર્મેન્ટે હજારો સૈનિકો, આઠ વાહનો, બોટ અને ત્રણ હેલિકોપ્ટર ઉપરાંત ત્રણ ટ્રેકિંગ ડોગ્સ મોકલાવ્યા છે. ફાયર ફાઇટર્સની ટીમ પણ સેન્ટ લોરેન્ઝ પહોંચી છે. જેથી પૂરના પાણીથી મકાનો તેમજ કામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી શકાય. 

 

(5:54 pm IST)