Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

બરાબર શ્વાસ લઇ શકાય એ માટે ભાઇએ જાતે જ ખોપડીમાં ખોસ્યંુ ૮ ઇંચનું ચાકુ

મોસ્કો તા.૧૧ફ ગયા અઠવાડિયે રશિયાના દોનેસ્ક ટાઉનમાં પોલીસને એક માણસ રસ્તામાં મળ્યો જેના માથામાં આઠ ઇંચનું ચાકુ ખોસેલું હતું. એમ છતાં તે પૂરેપુરો ભાનમાં હતો અને તેના ચહેરા પર પીડાના કોઇ ભાવ પણ નહોતા. પોલીસે જયારે તેને પુછયું કે આ દુર્ઘટના કઇ રીતે ઘટી? તો તેણે જે જવાબ આપ્યો એ ચોંકાવનારો હતો. એ ભાઇએ શાંતિપુર્વક કહ્યું કે તેને નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી એટલે તેણે બરાબર શ્વાસ લઇ શકાય તે માટે આમ કર્યુ હતું. એક વાર ચાકુ અંદર નાખ્યા પછી ફસાઇ જતાં તે હવે બહાર કાઢી શકે એમ નથી. આવું કારસ્તાન કરનાર ભાઇનું નામ છે યુરી ઝોકોવ અને તેની ઉંમર છે ૪૧ વર્ષ. યુરી એક ફેકટરીમાં કામ કરે છે અને કામ કરીને થાકયા પછી શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેણે જાતે જ ચાકુ માથામાં ખોસ્યંુ હતું. પોલીસે યુરીને ખૂબ કાળજીપુર્વક હોસ્પિટલમાં ખસેડયો તો ત્યાં ડોકટરો પણ અચંબિત હતા. ચાકુ મગજમાં એટલું ઊંડું ખૂંપી ગયેલું કે જો એ સહેજ આમતેમ થાય તો મગજને કામયી ડેમેજ થઇ જાય કાં ભાઇનો જીવ પણ જતો રહે. ચાકુ  જયારે માથામાં હતું ત્યારે પણ દર્દી જે સ્વસ્થાપુર્વક બધા સાથે વાતો કરતો હતો એ જોઇને શહેરમાંથી આવેલા ન્યુરોસર્જન પણ દંગ રહી ગયા. આખરે નિષ્ણાંતોએ ખૂબ જ કાળજી રાખીને ચાકુ કાઢવાની સર્જરી પાર પાડી. છરીને કારણે મગજમાં ઇન્ફેકશન ન થાય એ માટે હવે દવાઓ ચાલે છે. ડોકટરોનું કહેવંુ છે કે આ ભાઇને હોસ્પિટલમાંથી ઘરે જવાની છૂટ આપતાં પહેલાં એક વાર સાઇક્રિયાટ્રિક ટ્રીટમેન્ટ પણ આપવી આવશ્યક છે.(૧.૧૬)

(4:03 pm IST)