Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આ વસ્તુથી કરો દિવસની શરૂઆત..

ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ચિડચિડીયો વ્યવહાર કરે છે. આમ તેને જોઈને બધાના મનમાં એ સવાલ થાય છે કે ભાઈ! આજે તે ઉઠીને શું ખાધુ છે? એ વાત સંપુર્ણ સત્ય છે કે આપણી ખાણી-પીણીની અસર આપણા મુડ પર પડે છે. અમુક ખાદ્ય પદાર્થો એવા હોય છે, જે સ્વાસ્થ્યની સાથે મુડને પણ સારૂ બનાવે છે. અમુક વસ્તુઓ એવી છે કે તેનું સવારે સેવન કરવાથી તમે આખો દિવસ ખુશ રહી શકો છો. જેમકે..

ડ્રાઈ ફ્રુટ્સ :  તમે નાસ્તામાં એક મુઠ્ઠી ડ્રાઈફ્રુટ્સનું સેવન કરો. તેમાં બદામ, કાજુ, પિસ્તા, કિશમીશ, વગેરેને સામેલ કરી શકો છો. તેમાં રહેલ સેલેનિયમ નામનો ખનીજ પદાર્થ ચિંતા, થાક, ઉદાસી, વગેરેને ઓછુ કરવામાં મદદ કરે છે. તેનાથી તમને ખૂબ જ સારૂ મહેસૂસ થાય છે.

ચોકલેટ : જો તમે દુઃખી મહેસુસ કરો છો, તો ચોકલેટનું સેવન કરો. ચોકલેટમાં રહેલ અનાંડમાઈન તત્વ મસ્તિષ્કમાં ડોપામાઈનના સ્તરને સંપૂર્ણ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી તમે તનાવ મુકત મહેસુસ કરશો અને મન પણ શાંત રહેશે.

પાસ્તા : સાબુત અનાજમાંથી બનેલ પાસ્તા પણ હેલ્ધી ફુડના લિસ્ટમાં સામેલ છે. તેમાં રહેલ મેગ્નેેશ્યિમની માત્રા તનાવના સ્તરને ઘટાડે કરે છે.

પાલક : પાલકમાં મેગ્નેશ્યિમ ભરપુર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, વિટામીન-એ અને સી જેવા તત્વો હોય છે. એનર્જીથી ભરપુર રહેવા માટે પાલકનું સેવન અવશ્ય કરવું જોઈએ.

(9:21 am IST)