Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આ મહિલા ચરબી ઘટાડવા સાત વર્ષથી ખાઇ રહી હતી ગોળી : વજન બમણુ થઇ ગયું

બીજીંગ તા. ૧૯ : વારંવાર આપણે જોયું હોય જે લોકો મોટા હોય છે તે હંમેશાં તેમના વજનને લઇને મુશ્કેલીમાં હોય છે અને તે વિચારતા હોય છે કે કેવી રીતે વજન ઓછું કરી શકાય, પરંતુ આમાંથી ઘણા લોકો વિચિત્ર હોય છે. જે શરીરથી મોટા ન હોય છે તેવા લોકોમાં જિરો ફિગર બનાવવાથી લત લાગેલી હોય છે, જેના માટે આ લોકો કંઈક પણ કરવા તૈયાર થઇ જાય છે.

આવા લોકો પાતળા થવા માટે કોઈ પણ ચીજનો ઉપયોગ કરે છે. કંઇ વિચાર્યા વગર. તે સમજતા નથી કે તેના શરીર પર શું અસર પડશે? આવો જ મામલો ચીનમાં સામે આવ્યો છે, જયાં એક મહિલાએ પોતાના પેટની ચરબી ઘટાડવા માટે દવા લેવાનું શરૂ કર્યું.

પરંતુ આ મહિલાની સાથે એવું થયું કે તેનાથી વિરુદ્ઘ અસર થઇ. ચીનમાં રહેનાર ૨૫ વર્ષની ઝિયાઓલીએ સાત વર્ષ પહેલાં વજન ઘટાડનાર એક વિશ્વસનીય જાહેરાત ટીવી પર જોઈ.

ત્યારબાદ ઝિયાઓલીએ ટીવી પર જે વજન ઘટાડવા માટેની દવાઓ જોઇ હતી તે ખાવાનું શરૂ કરી દીધુ હતું, તેનુ આ ગોળીઓથી વજન પણ ઓછું થયું નહી પરંતુ ગોળીઓ ખાવાથી તેનું વજન ડબલ થઇ ગયુ.

તેથી તેણે પોતાના પેટને ઘટાડવા માટે સાત વર્ષ બાદ ઓપરેશનનો નિર્ણય લીધો અને હોસ્પિટલ જઇને ડોકટરને આ ગોળીઓ વિશે જણાવ્યું છે.(૨૧.૯)

(10:25 am IST)