News of Thursday, 12th July 2018

ખિસ્સામાં રાખેલ ઈ સિગરેટમાં ધમાકો થતા યુવક સળગતા સળગતા બચ્યો

નવી દિલ્હી: વિભિન્ન શોધકર્તાઓએ સાબિત કર્યું છે કે ઈ સિગરેટ રોજબરોજની સિગરેટની તુલનામાં સારો વિકલ્પ છે પરંતુ તેને સુરક્ષિત માનવામાં આવતું નથી આમતો ઈ સિગરેટ આ દિવસોમાં ખુબજ લોકપ્રિય થઇ રહી છે અને તાજેતરમાંજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી જાણી શકાય છે કે તે કેટલી અસુરક્ષિત થઇ શકે  છે.મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક વૈપ પેનની બેટરીના ફાટવાના કારણે એક બ્રિટિશ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી શકે તેમ હતી પરંતુ ઘટનાના સમયે તેને ઈ સિગરેટ પોતાના ખિસ્સામાં રાખી હતી જેના કરીને કૃમિનો પ્રાઇવેટ પાર્ટ સળગતા બચી ગયો.

(6:49 pm IST)
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હાલાકી :છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત :દહેરાદુનના કપકોટ વિસ્તારમાં ભારે વરસાદ:બાગેશ્વરમાં આખી રાત વરસાદ ચાલુ રહેતા ઘર, દુકાનો, રસ્તાઓ તેમજ પાણી ભરાયા access_time 1:25 am IST

  • અમદાવાદમાં અષાઢી બીજ રથયાત્રા પહેલા કોમીએકતાના દર્શન મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ અર્પણ અમદાવાદ અમદાવાદમાં શનિવારે અષાઢી બીજ પર્વ નિમિત્તે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે અને દર્શન-પૂજન નો લાભ લેશે આ રથયાત્રા અગાઉ આજે જમાલપુર દરવાજાના મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા access_time 5:06 pm IST

  • સુપ્રિમ કોર્ટે સ્કુલ ફી વધારવાના પ્રકરણમાં ૨જી સપ્ટેમ્બર પહેલા રાજયની તમામ સ્કુલોના સુપ્રિમ કોર્ટના અગાઉના ઓર્ડરનું પાલન કરવા તથા ગુજરાત સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ તાત્કાલીક કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો access_time 12:33 pm IST