Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

તરબૂચના બી છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે ઉનાળામાં તરબૂચના સેવનથી કેટલા ફાયદા થાય છે. પરંતુ, હંમેશા લોકો તરબૂચ ખાધા બાદ તેના બીને ફેંકમી દે છે. જો તમે પણ એવુ કરો છો તો સમજી લો કે તમે તરબૂચમાંથી મળતા પોષણના એક મોટા ભાગને ખરાબ સમજી ફેંકી દો છો. તેથી હવે તમે પણ તરબૂચ ખાવ તો તેના બીને ફેંકવાની ભૂલ ન કરતા. કારણ કે તરબૂચના બીથી અનેક લાભ થાય છે.

આવી રીતે કરો ઉપયોગ

તરબૂચના બીમાં કેટલાય પ્રકારના પોષક તત્વ હોય છે, જેમાં માઈક્રો ન્યુટ્રીએન્ટીસ, આયરન, ઝીંક, પ્રોટીન અને ફાઈબર જેવા તત્વ હોય છે. પરંતુ, બહુ ઓછા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. તેના માટે તમે પહેલા બીને ધોઈને સૂકવી દો. શેકીને સ્નેકસની જેમ ખાઈ શકો છોે.

. તરબૂચના બી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભ પહોંચાડે છે. સૌથી પહેલા તો આ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી તમારા શરીરમાં ઈંંસુલીન લેવલ સુધરે છે.

. જ્યારે હાર્ટ સંબંધી બીમારીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ મોનુ સેટુરેટિડ ફેટ અને પોલી અનસેટુરેટિડ ફેટી એસિડ હોય છે, જે હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકની સંભાવના ઘટાડે છે.

. જો તમને હેલ્થ કોન્શસ છે અને સ્નેકસમાં કંઈક હેલ્ધી ખાવુ છે તો તરબુચના બીને ડાઈટમાં સામેલ કરો. તેમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે, જેના કારણે તેના સેવનથી તમારો વજન નહિં વધે.

(9:45 am IST)