Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

બ્રિટેન રોયલ એયરફોર્સે 100 વર્ષ પૂર્ણ કર્યા

નવી દિલ્હી: મંગળવારના 10 જુલાઈના રોજ બ્રિટેનમાં રોયલ વાયુ સેનાને 100 વર્ષ થઇ ગયા છે  અને આ 100 વર્ષની શતાબ્દી દરમ્યાન આયોજિત કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના 100થી વધુ જેટ,હેલીકૉપટર અને પ્લેનોએ ઉડાન ભરી હતી રાની એલિઝાબેથે રોયલ બાલ્કનીથી ફ્લાઇટને સલામી આપી હતી આ અવસર પર પ્રિન્સ ચાર્લ્સ અને તેની પત્ની કૈમીલા પાર્કર બાઉલ્સ, પ્રિન્સ વિલિયમ-કેટ મિડલટન અને પ્રિન્સ હૈરી મેગન મર્કેલ પણ ઉપસ્થિત હતા.લગભગ 70 હજાર લોકોએ જુદા જુદા પ્લેનની કરતબ જોય હતી.

(6:56 pm IST)