Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દરરોજ ખાવ કિશમીશ, તમારા હાડકા રહેશે મજબૂત

મેવાના શોખીનોને કિશમીશ બહુ ભાવે છે. મોટા ભાગના લોકો કિશમીશ ખાવાનું પસંદ કરે છે. સ્વાદની સાથે કિશમીશના અનેક ફાયદા છે.

 કિશમીશ ખાવાથી વજન ઓછુ થાય છે અને રકતની ખામી સર્જાતી નથી. ઉપરાંત, નબળાઈ, થાક જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે. કિશમીશ ખાવાથી રકત બને છે. તેના નિયમીત સેવનથી કફ અને પિત્તની સમસ્યામાં આરામ મળે છે.

 કિશમીશમાં રહેલ શુગર સરળતાથી પચી જાય છે. જેનાથી શરીરને તરત ઉર્જા મળે છે. તેમાં કોલેસ્ટ્રોલ હોતુ નથી. તેથી  તે હૃદયના દર્દીઓ માટે સારી છે.

 નિયમીત કિશમીશ ખાવાથી પાચનતંત્ર પણ બરાબર રહે છે. તે પાચન ક્રિયાને યોગ્ય રાખવાનું કામ કરે છે. કબજીયાતની સમસ્યામાં દરરોજ ૫ થી ૬ કિશમીશ ખાવાની સલાહ આપવામાં આવે છે. કિશમીશને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેનું સેવન કરો. તેનાથી કબજીયાતમાં આરામ મળશે.

 

(11:56 am IST)