Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

તમને પણ હાથના ટચકિયા ફોટવાની આદત છે?

ઘણા લોકોને આંગળીના ટચકિયા ફોડવાની આદત હોય છે. તેથી આંગળીની આસપાસની માંસપેશિઓને ખૂબ જ આરામ મળે છે. પરંતુ, આવા થોડા સમયના આરામ માટે તમે મોટી બીમારીને નોતરૂ આપી રહ્યા છો.

ડૉકટરોનું માનો તો આંગળીના ટચકિયા ફોડવાથી 'વા' થવાની સંભાવના વધી જાય છે. બ્રિટેનના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલ એક રિપોર્ટ અનુસાર, આંગળીઓના ટચકિયા ફોડવા એ વાના રોગનું કારણ બની શકે છે.

આપણા હાડકાની વચ્ચે સાંધા હોય છે અને આ સાંધાની વચ્ચે એક પ્રકારનો દ્રવ હોય છે, જે આંગળીઓના ટચકિયા ફોડતા ઓછો થવા લાગે છે. આ દ્રવ સાંધામાં ગ્રીસની જેમ કામ કરે છે અને હાડકાને પરસ્પર ઘસાતા રોકે છે.

(11:56 am IST)