Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ટાઇપ-૨ ડાયાબિટીઝથી શારીરિક સંબંધ બનાવવામાં મુશ્કેલી

નવી દિલ્હી તા.૧૧: દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષોને ટાઇપ-૨ ડાયાબિટીઝ હોય છે તેમને શારિરીક સંબંધ બાંધવામાં તકલીફ પડે છે. તેઓ ઇરેકટાઇલ ડિસફંકશન નામની સમસ્યાથી પીડાય છે. આશરે ૨૨૫ દરદીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એમાં જાણવા મળ્યું હતું કે ૧૭૩ એટલે કે ૭૮.૭ ટકા પુરૂષોમાં ઇરેકટાઇલ ડિસફંકશનની સમસ્યા છે. ૧૮ થી ૬૫ વર્ષની વયજૂથના આ પુરૂષો પર આ સ્ટડી થયો હતો. જે પુરૂષોને પાંચ વર્ષથી ડાયાબિટીઝ છે તેમના પૈકી ૪૩.૬ ટકામાં આ સમસ્યા હતી, જ્યારે ૬ થી ૧૦ વર્ષથી જેમને ડાયાબિટીઝ છે તે પૈકી ૮૩ ટકા લોકોને આ સમસ્યા હતી. આ સ્ટડી બાદ પુરૂષોને હેલ્ધી રીતે જીવવા માટે સલાહ આપવામાં આવી છે.(૭.૫)

(11:54 am IST)