Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ચીનમાં વિશાળ જળાશય પર બાંધવામાં આવ્યો ૬૦ કિલોમીટરનો એકસપ્રેસ વે

બેજીંગ તા. ૧૧ : ચીનમાં ામળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે સરકારે જબરદસ્ત પ્રયાસ કર્યા છે અને એથી કાચના બ્રિજથી લઇને પર્વતમાળામાં રસ્તાઓ પણ બાંધવામાં આવ્યા છે. હવે સરકારે જિઆંકસી પ્રાંતમાં ૨૪૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં  આવેલા ઝેલીન જળાશયમાંથી પાસ થતો એક એકસપ્રેસવે બાંધ્યો છે અને આ કામ માત્રા આઠ વર્ષમાં પુરૂ કરી દેવામાં આવ્યુ છે. આ જળઇાશયના બે છેડે આવેલા શહેરોને જોડવા માટે કુલ ૧૦૪ કિલોમીટરનો એક એકસપ્રેસ વે બાંધવામાં આવ્યો છે પણ જળાશયમાં  આવેલા ટાપુઓના પણ એમા ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. કુલ ૧૭ લાંબા બ્રિજ પણ બાંધવામાં આવ્યા છે અને ૨૦૧૧માં શરૂ કરવામાં આવેલુ કામ પૂર્ણ થયા બાદ આ એકસપ્રેસવેને ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.  આ જળાશયમાં ૮ અબજ કયુબિક લીટર પાણીનો  સંગ્રહ થાય છે અને એકસપ્રેસવેના બાંધકામ વખતે જળાશયના પાણીમાં કોઇ પણ જાતનું પ્રદુષણ ફેલાય નહી એની તકેદારી પણ રાખવામાં આવી હતી.  આ જળાશય લુશાન માઉન્ટેન  નેશનલ પાર્ક  વિસ્તારમાં છે અને ૧૯૯૬માં યુનેસ્કોએ લુશાન માઉન્ટેનને  વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. આ વિસ્તારમાં  આશરે ૨૦૦ ઐતિહાસિક મકાનો છે. અને એની ખાસ જાળવણી કરવામાં આવે છે.

(11:19 am IST)