Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

થાઇલેન્ડમાં ખેડૂતે પ્લેનને ખરીદીને ખેતરમાં પાર્ક કરી દીધું

પટાયા, તા. ૧૧: થાઇલેન્ડના ઉત્તરીય ભાગમાં આવેલા ચાઇ નેટ નામના એક ગામમાં થોડા દિવસ પહેલા લોકો સવારે ઉઠયા ત્યારે ગામના એક ખેતરમાં થાઇ એરવેઝનું બોઇંગ ૭૪૭ પ્લેન જોવા મળ્યું હતું. લોકોને થયું કે શું કોઇ પ્લેન તૂટી પડયું નથીને ? જોકે પછી ખબર પડી કે ગામના સોમચાઇ ફુકીઓવ નામના ખેડૂતે થાઇ એરવેઝ પાસેથી ડીકમિશન કરાયેલા પ્લેનને ખરીદી લીધું છે. આ પ્લેનમાંથી એન્જિન અને તમામ કમ્પ્યુટર પાર્ટસને કાઢી લેવામાં આવ્યા છે. પ્લેનમાં સીટો રાખવામાં આવી છે. આ પ્લેનના ભાગ લોરીમાં લાવવામાં આવ્યા હતા અને ખેતરમાં ખાસ પ્રકારના સિમેન્ટના બ્લોકસ પર ક્રેનની મદદથી ફિટ કરવામાં આવ્યા છે. ખેડૂત હવે એમાં એક રેસ્ટોરાં બનાવશે અને ખેતરમાં મોટરક્રોસ રેસ અને ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. લોકો પ્લેનમાં બેસીને આ ગેમ્સનો આનંદ માણી શકશે. (૮.૪)

(10:17 am IST)