Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શિશ્નોત્થાનની સમસ્યા થવા લાગી હોય તો હાર્ટની તપાસ કરાવવાનું ભૂલતા નહી

નવી દિલ્હી તા.૧૩ : પુરૂષોને જાતીય જીવનમાં આવતી સમસ્યા માત્ર બેડરૂમ પુરતી જ સીમિત હોય એવુ જરૂરી નથી. ઘણા લોકો  એવુ માને છે કે તેમને માત્ર ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. અને એેનું કારણ માત્ર  તેમની સેકસયુલ એકટમાં જ હશે.  જોકે અમેરિકાના નિષ્ણાંતોનું કહેવુ છે કે  તમે સ્મોકિંગ કરતા હો કે ન કરતા  હોય, હાઇ બ્લડ પ્રેશર હોય કે ન હોય , કોલેસ્ટરોલ વધ્યુ હોય કે ન હોય, જો મિડલ - એજ દરમ્યાન ઉત્થાનની સમસ્યા  થવા લાગી હોય તો હાર્ટની તપાસ અચૂક કરાવવી જોઇએ સર્કયુલેશન નામની મેડિકલ જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ ઈરેકટાઇલ  ડિશ્ફંકશનની સમસ્યાની શરૂઆત એ કાડિયોવેસ્કયુલર ડિસીઝનું રીસ્ક હોવાનું ઈન્ડિકટ કરે છે. અમેરિકાના  બાલિટમોરમાં આવેલી જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓનું કહેવુ છે કે ઈરેકટાઇલ ડિસ્ફંકશન એટલે ઉત્થાનનો સદંતર અભાવ હોય તો એ હાર્ટના રોગનું એક સબળ લક્ષણ છે. જાતીય જીવનમાં પૂરતી ઉત્તેજના ન આવતી હોવાની સમસ્યા પચીસ વર્ષથી મોટી વયના લગભગ ૨૦ ટકા પુરૂષોને  હોય છે. આવું થવાનુ કારણ ઓબેસિટી, પેટ પર વધારાની ચરબી, હાઇપરટેન્શન, સ્મોકીંગ જુની આદત, ડાયાબીટીઝ જેવા રોગો હોઇ શકે છે. અભ્યાસકર્તાઓએ ૬૦ થી ૭૮ વર્ષની વયના ૧૯૦૦ પુરૂષોને તપાસીને તારવ્યુ છે કે ઉત્થાનની સમસ્યાની શરૂઆત સાથે જ પુરૂષોમાં સ્ટ્રોક અને હાર્ટ-એટેક નું જોખમ વધી જતુ હોય છે.

(2:48 pm IST)