Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

હવે પિમ્મપલ્સને કહો બાય..બાય..

લવન્ડર રીંગણી રંગનું સુંગધી ફુલ છે. આ ફુલમાંથી તેલ પણ બનાવવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીસેપ્ટીક ગુણોની ભરપૂર માત્રા હોય છે. લવન્ડર તેલના ઉપયોગથી ત્વચા સંબંધી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

૧. લવન્ડર તેલમાં ભરપૂર માત્રામાં એન્ટીબાયોટીક ગુણ હોય છે. જે સ્કીનમાં રહેલ બેકટેરીયાને મૂળમાંથી સાફ કરે છે. દરરોજ ચહેરા પર લવન્ડર તેલનો ઉપયોગ કરવાથી ત્વચા મોશ્ચરાઈઝ બને છે અને  ખીલની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.

૨. લવન્ડર તેલ લગાવવાથી ત્વચાની એનર્જી, સ્કિન કેર, પીએચ, પિગ્મેન્ટેશન જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.

૩. તડકાના કારણે ત્વચા ઉપર સનબર્નની સમસ્યા થાય છે. જો તમે દરરોજ ત્વચા ઉપર લવન્ડર તેલ લગાવો છો, તો સનબર્નની સમસ્યામાંથી છૂટકારો મળે છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બની જાય છે.

(9:55 am IST)