Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શાકાહારી ડાયટથી હાર્ટ-ડિસીઝ અને ડાયાબિટીઝ બન્નેનું રિસ્ક ઘટી જશે

ન્યુયોર્ક તા.૧૩ : અમેરિકામાં રહેતા એશિયન લોકોનો અભ્યાસ કરીને અભ્યાસકર્તાઓએ તારવ્યું છે કે જે લોકો શુધ્ધ શાકાહારી ભોજન લે છે તેમને હાર્ટ-ડિસીઝ અને ડાયાબિટીઝ થવાની સંભાવના ઓછી હોય છે. ભારીતય મૂળના વૈજ્ઞાનિકના નેતૃત્વમાં થયેલાં અભ્યાસમાં જોવા મળ્યું હતું કે સાઉથ એશિયન્સ સ્ટ્રિકટ વેજિટેરિયન્સ છે તેમનો બોડી માસ ઈન્ડેકસ એટલે કે હાઇટના પ્રમાણમાં વજનનો રેશિયો અને કમર ફરતેનો ઘેરાવો નોન-વેજિટેરિયન્સ કરતાં ઓછો હોય છે. બોસ્ટનની જયોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા હાથ ધરાયેલા આ અભ્યાસમાં સરેરાશ પંચાવન વર્ષની વયના ૮૯૨ સાઉથ એશિયન્સને આવરવામાં આવ્યા હતા. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે પ્યોર વેજિટેરિયન્સ ફુડ લેતા લોકોની રકતવાહિનીમાં કેલ્શિયમ અને ફેટની જમાવટ થવાનું પ્રમાણ ઓછું હોય છે જેન કારણે લોહીની નળીઓનું લચીલાપણું જળવાઇ રહે છે.

અમેરિકાની ન્યુટ્રિશન નામની જર્નલમાં આ અભ્યાસ છપાયો છે અને એમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગ્રીન પાંદાળાવાળા શાકભાજીથી ભરપૂર શાકાહારી ભોજન હાર્ટને પ્રોટેકટ કરવા માટે ઉત્તમ છે. (૧.૪)

(9:54 am IST)