Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જર્મનીમાં ચર્ચમાં ચાકુ લઈને ઘુસેલ શખ્સને પોલીસે ગોળી મારી

નવી દિલ્હી: જર્મનીની રાજધાની બર્લિનમાં પોલીસ અધિકારીએ ચર્ચમાં જઈને ચાકુ લઈને  એક વ્યક્તિની ગોળીમારીને હત્યા કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.પોલીસને એવી આશંકા હતી કે આ વ્યક્તિ કોઈ આતંકી ઘટનાને અંજામ આપવા માટે આવ્યો છે પોલીસે આ  વ્યક્તિના પગમાં ગોળી મારી હતી જેથી તે ઘાયલ થઇ ગયો હતો આ ઘટના દરમ્યાન લગભગ ચર્ચમાં 100 જેટલા લોકો ઉપસ્થિત હતા.

(6:46 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST