Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જુનિયર્સ માટે ફંકી અનારકલી

તમારી બાર્બી ડોલ માટે પસંદ કરો અલગ સ્ટાઈલ

જો તમે તમારી લાડલીને સ્ટાઈલીશ લુકમાં જોવા ઈચ્છો છો તો તેના માટે ખાસ સ્ટાઈલના ડિઝાઈનર ઘેરદાર કપડા પસંદ કરો. ઘેરદાર કપડા માટે અનારકલી ઉત્તમ છે. અનારકલી શૂટને તમે અલગ રીતે કોમ્બીનેશન કરી સ્ટાઈલીશ બનાવી શકો છો. જેમકે લોન્ગ અનારકલીને તમે વન પીસ તરીકે પહેરાવી શકો છો.

યલો પેસ્ટલ

પાર્ટીમાં ટ્રેડીશનલ લુક મેળવવા માટે આ સૌથી સારૂ પરિધાન છે.  આ ફલોર લેન્થ પરીધાન મેચીંગ ચુની અને હેર બેન્ડ સાથે વધુ આકર્ષક લાગશે. ઉનાળા માટે સ્લીવલેસ પહેરી શકાય છે. તેના પર થોડુ વર્ક પણ સારૂ લાગે છે.

જેટ બ્લુ

નાની છોકરીઓ માટે ડિઝાઈનર જેટ બ્લૂ અનારકલી પસંદ કરી શકો છો. જો તેને વધુ આકર્ષક લુક આપવો છે તો લાલ પ્રિન્ટવાળુ પસંદ કરી શકો છો. લાલ ચુડીદાર અને લાલ ચુની તેની સાથે કોમ્પ્લીમેન્ટ કરો.

બાળકો માટે અનારકલી પસંદ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ કે તેનુ ફેબ્રીક લાઈટ હોય, જેનાથી તેને પોતાના કપડા સંભાળવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.

(10:21 am IST)
  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • સુરતમાં ૭૦૦ જીઆરડી જવાનોને છુટા કરાવ્યા : હેડ કવાર્ટર ખાતે જવાનો એકઠા થયાઃ ૮ વર્ર્ષની નોકરી બાદ જીઆરડી જવાનોને છુટા કરાયાઃ ફરી નોકરીએ લેવા જવાનોએ અપીલ કરી access_time 3:55 pm IST