Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી

સામગ્રી : ૧/૪ બાઉલ લીંબુની પેસ્ટ, ૧/૨ બાઉલ ખાંડ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી લાલ મરચુ, ૧/૨ ચમચી જીરા પાવડર, ૧/૨ ચમચી શંચર, ૧ ચમચી છીણેલુ આદુ, મીઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સૌથી પહેલા એક વાસણમાં પાણી નાખી તેમાં લીંબુની પેસ્ટ મિકસ કરો.  ઉકળી ગયા બાદ તેમાં ખાંડ, ગરમ મસાલો, લાલ મરચુ, જીરા પાવડર, શંચર અને છીણેલુ આદુ નાખો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર પાકવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને કાંચના વાસણમાં નાખો અને સર્વ કરો.

(2:22 pm IST)
  • કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસે 218 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહ ચામુન્ડેશ્વરીથી ચૂંટણી લડશે : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહનો પુત્ર ડો. યથીન્દ્રને વરૂણા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે : સિદ્ધામૈયા હાલમાં વરુણાના ધારાસભ્ય છે. access_time 10:31 pm IST

  • રશિયાના યુદ્ધ જહાજો સીરીયા ભણી : મિલ્ટ્રી ટેન્ક-હથિયારોનો મોટો જથ્થો સીરિયા પહોંચશે : ત્રીજા વિ શ્વ યુદ્ધના ભણકારા : રશીયાનું ૧ યુદ્ધ જહાજ તુર્કી પાસે બોરફરસ ખાડીમાં જોવા મળ્યું છે access_time 3:55 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST