News of Tuesday, 17th April 2018

રોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે

બીજીંગ, તા. ૧૭ :. અત્યાર સુધી આપણે ગ્રીન ટીના ફાયદા વિશે જ બહુ સાંભળ્યુ છે, પરંતુ તમને ખબર છે કે ગ્રીન ટી કરતાંય વધુ હેલ્ધી ઓપ્શન છે વાઈટ ટી. કેમેલિયા સિનેન્સિસ નામના ચાના છોડમાંથી જ ચા બને છે, પરંતુ એ તૈયાર કરવાની પ્રક્રિયા જુદી હોય છે. ચાઈનીઝ નિષ્ણાતોનું કહેવું છે કે વાઈટ ટી બનાવવા માટે ખૂબ જ ઓછું પ્રોસેસિંગ થયું હોય છે એને કારણે એમાં કોઈ જ પ્રકારના હાનિકારક ઘટકો પેદા નથી થતા. એમા કેફીન ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. વાઈટ ટી સ્વાદમાં માઈલ્ડ હોય છે, પરંતુ અસરમાં બહુ જ સારી છે. ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે કાળી અથવા ગ્રીન ટીની સરખામણીએ વાઈટ ટી પીવાથી પાચન સુધરે છે અને રકતવાહિનીઓ અંદરથી સાફ થાય છે. શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડવામાં પણ ગ્રીન ટી કરતા અનેકગણી અસરકારક વાઈટ ટી હોય છે. ગ્રીન ટીની સરખામણીએ વાઈટ ટી બનાવવા માટે ચાની પત્તી પર ખૂબ જ ઓછી પ્રોસેસ થાય છે જેને કારણે કેટેચિન નામનું ઘટક સુપાચ્ય અને સરળ રહે છે. ચીની અભ્યાસકર્તાઓનું કહેવું છે કે રોજ દિવસમાં એક કપ વાઈટ ટી લેવામાં આવે તો વેઈટ અને ફેટ બન્ને ઘટી શકે છે.(૨-૨૦)

(2:18 pm IST)
  • ઓડીસામાં અરેરાટીપુર્ણ ટ્રેન દુર્ઘટનાઃ ૪ હાથીના દર્દનાક મોત નિપજયા access_time 12:47 pm IST

  • પૂર્વ સાંસદોને અપાનાર પગાર, ભથ્થા અને પેન્સનની બંધારણીય જોગવાઇને પડકારતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે આજે ફગાવી દીધી છે access_time 12:46 pm IST

  • કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસે 218 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહ ચામુન્ડેશ્વરીથી ચૂંટણી લડશે : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાહનો પુત્ર ડો. યથીન્દ્રને વરૂણા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે : સિદ્ધામૈયા હાલમાં વરુણાના ધારાસભ્ય છે. access_time 10:31 pm IST