Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

તમે સૂતાં-સૂતાં પણ વજન ઘટાડી શકો છો, જો તમારા પેટમાં સારા બેકટેરિયા હોય તો

નવી દિલ્હી, તા.૨૪ : આજકાલ ઓબેસિટી કન્ટ્રોલ કરવા માટે એટલા બધા નુસખાઓ પ્રચલિત થઇ ગયા છે કે કોના પર ભરોસો કરવો અને કોના પર નહીં એ સમજવું મુશ્કેલ થઇ ગનું છે. જોકે હાંફી જવાય અને પસીને રેબઝેબ થઇ જવાય એટલી કસરત કરવાથી જ કેલરી બર્ન થાય છે એવું નથી જો પેટમાંસારા બેકટેરીયા હોય તો સુતી વખતે પણ વેઇટલોસનું કામ સારી રીતે થઇ શકે છે એવું અમેરિકન સંશોધકોનું કહેવું છે. આપણે જયારે કશંુ જ ન કરતા હોઇએ અને ગાઢ નિદ્રામાં હોઇએ ત્યારે પણ એનર્જી વપરાય  છે અને કેલરી બર્ન થાય છે. કેલરી બર્નિંગના સાયન્સ મુજબ કહેવાય છે કે વ્યકિત બેસીને ટીવી જુએ એના કરતાં ઊંઘી જાય ત્યારે વધુ કેલરી ખર્ચાય છે. આ જ થિયરી પર શોધકર્તાઓ આગળ વધ્યા છે. તેમનું કહેવું છે કે માણસના પેટમાં હાનિકારક બેકટેરિયાનો ફેલાવો વધી જાય છે ત્યારે ઊંઘમાં પણ વજન વધવાની પ્રક્રિયા વેગ પકડે છે. એનું કારણ એ છે કે આ બેકટેરિયા ઊંઘમાં થતા એનર્જીના વપરાશમાં અવરોધ પેદા કરે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ આયોવાના રિસર્ચરોનું કહેવું છે કે આંતરડાંમાં પાચનતંત્રને મદદ કરનારા હેલ્ધી બેકટેરિયા હોય તો એનાથી એનર્જી  બર્ન થવાની પ્રક્રિયા ગતિમાન થાય છે. ઊંઘ દરમ્યાન શરીરની સફાઇનું કાર્ય ચાલતું હોય છે. જો સારા બેકટેરિયાને કારણે જરૂરી એનર્જી વપરાય તો એનાથી ખોરાક ઉપરાંત શરીરમાં સંઘરાયેલી ચરબીમાંથી પણ એનર્જી બળે છે. ટૂંકમાં, ઊંઘમાં જ વજન ઘટાડવું હોય તો આંતરડાંમાં પાચનને મદદ કરતા હેલ્ધી બેકટેરિયાનું પ્રમાણ વધારવાથી નિંદર દરમ્યાન કેલરી બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે અને દિવસે ન ઘટે એટલંુ વજન રાતે આપમેળે ઘટી જાય છે. (૨૩.૬)

(2:08 pm IST)