Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો

દુબઇ તા. ૧૩: સાઉદી અરેબિયામાં છેલ્લા ૩૦ વર્ષથી મહિલાઓના ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પણ હવે જૂન મહિનાથી મહિલાઓ કાર ચલાવી શકશે એથી મહિલાઓ કાર ખરીદી શકે એ માટે માત્ર મહિલા સ્ટાફ દ્વારા સંચાલિત એક કાર-શોરૂમ જેદાહ શહેરમાં ખોલવામાં આવ્યો છે. ગુરૂવારે ખુલ્લા મૂકવામાં આવેલા આ શોરૂમમાં માત્ર મહિલાઓ જ કારની ખરીદી કરવા જઇ શકશે. આ શોરૂમમાં મહિલાઓને વિવિધ કારનાં મોડલ જાવા મળશે અને જે મહિલાને કાર ખરીદવી હશે તેમને લોનની સગવડ પણ કરી આપવામાં આવશે.

(2:49 pm IST)