Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે

હિન્દુ જીવનશૈલીમાં મહિલાને શકિતનું પ્રતીક માનવામાં આવે છે અને હવે સાયન્ટિફિકલી પુરવાઇ થઇ રહ્યું છે કે જીવનમાં જયારે કટોકટી આવે ત્યારે પુરૂષોનો સરખામણીમાં મહિલાઓ એવો વધારે સારી રીતે સામનો કરી શકે છે અને જીવી પણ શકે છે. છેલ્લાં ૨૫૦ વર્ષમાં આવેલા દુષ્કાળ, કુદરતી આફતો અને રોગચાળા વખતે પુરૂષો કરતાં મહિલાઓએ એનો સારી રીતે સામનો કર્યો હતો અને પુરૂષો કરતાં વધારે જીવવામાં તે સફળ રહી હતી એમ સધર્ન ડેન્માર્ક યુનિવર્સિટી અને અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે. યુક્રેનમાં ૧૯૩૩માં દુકાળ પડ્યો ત્યારે જન્મેલા બાળકોમાં ૧૦.૮૫ ટકા છોકરીઓ જીવતી રહી હતી, પણ છોકરાઓનું આ પ્રમાણ માત્ર ૭.૩ ટકા હતુ. કુદરતી આફતો અને રોગચાળામાં પણ મહિલાઓ વધારે જીવે છે એ પણ આ અભ્યાસમાં પુરવાર થયું છે.

(1:00 pm IST)