Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

એનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે?

લંડન તા.૧૩: કોઇ પણ પ્રકારની સર્જરી કરવાની હોય ત્યારે દરદીને એનેસ્થેસિયા આપવામાં આવે છે અને તે ગાઢ ઊંઘમાં સરી પડે છે. ડોકટરો આ માટે પ્રોપોફોલ નામની દવાનો ઉપયોગ કરે છે અને આ દવા કેવી રીતે કામ કરે છે એની હજી સુધી જાણ થઇ નથી. માત્ર ઊંઘની ગોળી અને આ દવા વચ્ચે શું ભેદ છે એ વિશે સ્ટડી થઇ રહ્યો છે. આ વિશે રિસર્ચ કરનારા સાયન્ટિસ્ટોનું માનવું છે કે પ્રોપોફોલ માણસની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને એના લીધે વ્યકિતના શરીરના ન્યુરોન્સ વચ્ચેની કમ્યુનિકેશન સિસ્ટમ અટકે છે. ઊંઘની ગોળી લેનાર વ્યકિતમાં ન્યુરોન સક્રિય હોય છે, પણ સિસ્ટમ  અટકતી નથી. આથી સર્જરી વખતે ઊંઘની ગોળીના બદલે પ્રોપોફોલ આપવામાં આવે છે.

(12:59 pm IST)