Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમેરિકામાં ટેસ્‍લા કાર ક્રેશમાં સળગતી બેટરી ઉછળીને મકાનમાં પડી, લાગી આગ

અમેરિકામાં ઝડપી ગતિથી જઇ રહેલ ટેસ્‍લા મોડલ ૩ કાર એક વિજળીના થાંભલાથી ટકરાઇ ગઇ આ ટક્કર એટલી ભીષણ હતી કે કારના ટુકડા અને સળગતી બેટરી સેલ્‍સ દુર્ઘટના સ્‍થળથી લગભગ ૧૦૦ ફૂટ દૂર જઇને પડી આવો એક બેટરીલ સેલ પાસેના મકાનની બારીની અંદર બિસ્‍તર પર જઇને પડયો જેથી ત્‍યાં આગ લાગી ગઇ.

(11:19 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST