Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઓએમજી.....ખતરનાક સાપને દોરડું સમજીને કૂદવા લાગ્યા આ બાળકો: વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર બાળકોની દબંગગીરી અને નીડરતાનો એક સહુ કોઈને ચોંકાવનારો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને સહુ કોઈના હોશ ઉડી જાય તેમ છે. વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે બાળકો એક ઝેરીલા સાપને પકડીને આમથી તેમ  દોરડું સમજીને કૂદવા લાગ્યા છે અને એક મહિલાએ  આ વીડિયોને રેકોર્ડ કરી લીધો છે.

                  આ ઘટના વિયેતનામની હોવાનું માલુમ પડી રહ્યું છે અને આ પ્રકારના  સાપ લોકોના ઘરમાં અવારનવાર નીકળતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોને અત્યારસુધીમાં 1 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે.

(6:29 pm IST)