Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

શ્વાનને બહાર ફરવા લઈ જવું આ ગર્ભવતી મહિલાને ભારે પડ્યું: જંગલી અન્ય શ્વાનનો મહિલા પર જીવલેણ હુમલો

નવી દિલ્હી:ફ્રાન્સના જંગલમાં એક ગર્ભવતી મહિલા પાલતું શ્વાનને ફરવા લઈ ગઈ હતી, પરંતુ જંગલમાં રહેલા જંગલી કૂતરાઓએ તેને ફાડી ખાતા મોત નિપજ્યું હતું. તપાસકર્તાઓના મતે 29 વર્ષીય મહિલા એલીસા પિલાર્સ્કીની લાશ શનિવારે વિલર્સ-કોતરે શહેરના જંગલમાં બહાર મળી આવી હતી. પેરિસથી 90 કિમી પૂર્વોત્તર તરફ આ શહેર આવ્યું છે. પિલાર્સ્કીને છ માસનો ગર્ભ હતો.

                   પોસ્ટમોર્ટમ કરાતા જણાયુંકે મહિલાનું મોત કૂતરાઓએ બચકા ભર્યા બાદ વધુ પડતું લોહી વહી જવાથી થયું હતું. કેટલા કૂતરાએ મહિલાને બચકા ભર્યા તેની તપાસ કરવાની બાકી છે. અત્યાર સુધીમાં 93 જેટલા કૂતરાની તપાસ કરવામાં આવી છે અને મહિલાના પાંચ પાળિતા શ્વાનનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું.

(6:26 pm IST)