Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

નવ કિલોની આ બિલાડીને હાલમાં ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે

લંડન,તા.૨૦:બ્રિટનની ચાર વર્ષની એક બિલાડીને થોડાક દિવસ પહેલાં એક કેટ્સ પ્રોટેકશન સેન્ટરમાં લાવવામાં આવી હતી. એને જોઈને ત્યાંના કર્મચારીઓ પણ અચંબિત થઈ ગયેલા. કેમ કે પેસ્લે નામની આ બિલાડીનું વજન સાડા નવ કિલો છે, જે બિલાડીના સામાન્ય વજન કરતાં બમણું છે. પેસ્લેબાઈ એટલાં જાડાં થઈ ગયેલાં કે એ નથી બરાબર બેસી શકતી કે ન તો ચાલી શકતી. પોતાનું શરીર પણ બરાબર ખંજવાળી કે સાફ નથી કરી શકતી. પેસ્લેનો માલિક પણ બિલાડીના વધતા વજનથી એટલો કંટાળેલો કે ન પૂછો વાત. ધ્યાન રાખી શકાતું ન હોવાથી તે જાતે જ અડોપ્શન માટે એને કેટ પ્રોટેકશન સેન્ટરમાં મૂકી ગયો. પ્રોટેકશન સેન્ટરની કર્તાહતા તાનિયા માર્શનું કહેવું છે કે ૧૩ વર્ષથી આ સેન્ટર ચલાવે છે પણ હજી આટલી જાડી બિલાડી જોઈ નથી. આ બિલાડીને તેના માલિકે બેફામ ખાવાનું આપ્યે રાખ્યું અને જરૂરી કસરત કે એકટીવિટી કરાવી જ નહોતી. હવે પેસ્લેને સાજી કરવા માટે એને ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે. તેના માટે ડાયટ-ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે એકસરસાઇઝ પણ કરાવવામાં આવે છે. થોડા જ દિવસમાં એના વજનમાં દ્યટાડો થયો છે, પણ હજીયે જો વજન નહીં દ્યટ્યું તો તેને ડાયાબિટીઝ થવાની સંભાવના છે.

(3:43 pm IST)
  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • સરકારી કંપની બીપીસીએલ, એસસીઆઈ, સહીત સાત કંપનીઓમાં રોકાણને મંજૂરી : 51 ટકાથી ઓછો હશે સરકારી હિસ્સો : નવા ખરીદનારને મળશે કંપનીનો કંટ્રોલ :સરકારને પોતાનો હિસ્સો વેચીને અંદાજે એક અલખ કરોડ મળવાનું અનુમાન access_time 10:53 pm IST