Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સ્પેન:દરિયાની ઝડપી લહેરોએ ત્રીજા માલની બાલ્કનીને ઝપટમાં લીધી

નવી દિલ્હી:સ્પેનનાં ઉત્તર-પશ્ચિમ દ્વિપ સ્થિત મેસા ડેસ માર શહેરમાં લોકો મોસમની મારથી પરેશાન છે. પર્યટકો વચ્ચે લોકપ્રિય આ શહેરમાં સી-ફેસિંગ ઘરોથી લોકોને સુરક્ષિત સ્થાનો પર લઇ જવાઇ રહ્યા છે. અહિંયા દરિયાઇ તોફાનને લઇ એટર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દરિયાના કિનારે કુલ 65 એપાર્ટમેન્ટ છે, જે વાવાઝોડાથી પ્રભાવિત છે. જેમાથી મોટા ભાગના એપાર્ટમેન્ટ હોલી-ડે હોમ છે. તેની સાથે સંકળાયેલ વાવાઝોડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા દરિયાની ઝડપી લહેરો ત્રીજા માળની બાલ્કનીઓને પોતાની સાથે ઉડાવીને લઇ જઇ રહી છે.

(5:39 pm IST)