Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નાણાકીય ગોટાળા-ખોટી આવક દર્શાવવાના ગુન્હામાં જાપાનના રેનો-નિસાન-મિત્સુબિશી એલાયન્સના વડા કાર્લોસ ધોનની ધરપકડ

ટોકયો:નાણાકીય ગોટાળા અને ખોટી આવક દર્શાવવા બદલ જાપાનના સત્તાવાળાઓએ રેનો-નિસાન-મિત્સુબિશી એલાયન્સના વડા કાર્લોસ ઘોનની ધરપકડ કરી છે. ટોકયો પ્રોસિક્યુટર્સ ઓફિસ કેટલાક સમયથી ઘોનની પૂછપરછ કરતી હતી અને હવે ધરપકડ કરી છે. તેમની સામે તેઓ આરોપો દાખલ કરશે તેમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. નિસાનના ચેરમેને તેમની આવક વાસ્તવિકતા કરતાં ઓછી દર્શાવી હોવાની શંકા છે.

પ્રોસિક્યુટર્સ ઓફિસે આ રિપોર્ટને પુષ્ટિ આપવાનો ઇનકાર કર્યો હતો. નિસાને આ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. લ કોસ્ટ કિલર્સનું ઉપનામ ધરાવતા અને બ્રાઝિલમાં જન્મેલા ઘોને નેવુંના દાયકાથી શરૂઆત કરીને રેનો અને નિસાનની સ્થિતિ સુધારી છે.

1999માં જાપાની કંપની માંદી હતી ત્યારે રેનોએ તેને ઉગારવાનું કામ કર્યું હતું અને ઘોનને કંપનીમાં લાવી હતી. તેમણે મોટા પાયે કોર્પોરેટ ફેરફાર કરીને ખર્ચ તથા જોબમાં કાપ મૂક્યો હતો. 2016માં ઘોને મિત્સુબિશીનો હવાલો પણ સંભાળ્યો હતો. જાપાનમાં ઘોન હાઈ પ્રોફાઇલ ધરાવે છે. તેઓ જાપાનના ઓટો સેક્ટરના જાણીતા હિમાયતી છે.

(5:03 pm IST)