Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભારતમાંથી ખાંડ ખરીદવા ઇન્ડોનેશિયા આતુર

રિફાઈન્ડ પામ ઓઈલ અને ખાંડની આયાતડ્યુટી ઘટાડી વેપારને સરળ બનાવશે

નવી દિલ્હી :ઈન્ડોનેશિયા પામ ઓઈલનો મુખ્ય ઉત્પાદક દેશ છે જેને ભારતમાંથી ખાંડ ખરીદવા માટે રસ દાખવ્યો છે.પરંતુ તે ઈચ્છે કે, રિફાઈન્ડ પામ ઓઈલ અને મીઠાશ પરની આયાત ડ્યૂટી અનુક્રમે ૪૫ ટકા અને ૫ ટકા સુધી ઘટાડવામાં આવે ત્યારપછી તે ખરીદી કરશે.

 વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક ભારતે જથ્થાબંધ નિકાસપાત્ર સરપ્લસના મોટા જથ્થા સાથે આ બે કોમોડિટીઝ માટે બંને રાષ્ટ્રો વચ્ચેની વેપાર વાટાઘાટ માટે આ સપ્તાહ દરમિયાન ઈન્ડોનેશિયાની મુલાકાતે જવા માટે પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા છે.

 ઈન્ડોનેશિયાએ ભારત-આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ ટ્રેડિંગ વ્યવસ્થા સૂચવી છે, જેથી રિફાઇન્ડ પામ ઓઇલ અને ખાંડ પરની આયાત ડ્યૂટીમાં અનુક્રમે ૪૫ ટકા અને ૫ ટકા સાથે વેપારને સરળ બનાવશે. હાલમાં, ભારત રિફાઇન્ડ પામ ઓઇલ પર ૫૪ ટકા, ક્રૂડ પામ ઓઇલ પર ૪૪ ટકા અને ખાંડ પર ૧૦૦ ટકા આયાત ડ્યૂટી લે છે

(4:57 pm IST)