Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

એરંડા વાયદામાં ચાર ટકાની નીચલી સર્કિટ : ચણામાં રિકવરી :મસાલામાં મજબૂતીનો દોર

રાજકોટ તા:19 પાછલા દોઢ મહિનામાં 35 ટકાની એકતરફી તેજી દેખાડ્યા બાદ એરંડામાં સતત નરમાશ જોવા મળી રહી છે.ગઈકાલે કારોબારમાં 4 ટકાની નીચલી સર્કિટ લાગતી જોવા મળી હતી જોકે લગભગ એક ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે, તે સાથે જ બે દિવસોમાં ભાવ લગભગ 8 ટકા તૂટતા જોવા મળ્યા હતા

 જોકે ચણામાં એક ટકા કરતા વધારેની તેજી જોવા મળી હતી જ્યારે મસાલા પેકમાં ધાણાની કિંમતોમાં એક ટકાની મજબૂતી જોવા મળી રહી છે જોકે સપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ દબાણ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.

(4:48 pm IST)