Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જૂનમાં ચાર વર્ષના તળિયે ગગડેલ ચણાનો : વાયદામાં નીચા સ્તરેથી 46 ટકાનો સુધારો

રાજકોટ તા:19 જૂનમાં ઘટાડા બાદ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવટિવ્ઝ એક્સચેન્જ(એનસીઈએક્સ) પર ચણાના ભાવમાં ૪૬ ટકાનો વધારો થયો છે જૂનમાં ચાર વર્ષની નીચી સપાટીએ ૩૨૫૦ સાથે ટ્રેડ થયો હતો નવેમ્બરમાં ચણાનો ભાવ વાર્ષિક ૪૭૪૧ પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે હાલમાં તેનો ભાવ ક્વિન્ટલ દીઠ.૪૫૧૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.

  જુલાઈ-સપ્ટેમ્બરમાં સરકારે આયાત ડ્યૂટીમાં વધારો કર્યો હતો તેમજ જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન ૧,૦૦,૦૦૦ ટન આયાતના જથ્થાને મર્યાદિત કર્યો હતો.ચાણાની આયાત ૬૦ ટકા કસ્ટમ્સ ડ્યુટીને આકર્ષિત કરે છે,સરકારે પીળા વટાણા પર ૫૦ ટકા આયાત ડ્યૂટી લાદ્યી હતી. વધુમાં ચણાના સસ્તાં વિકલ્પની પણ જોગવાઈ કરી હતી, જેના કારણે બજારમાં ચણાની માગમાં વધારો થયો હતો.

 

(3:38 pm IST)