Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બ્રિટનના સૌપ્રથમ ઊભા ખેતરમાં પાક તૈયાર, રોબોએ પાક લણશે

ઇંગ્લેન્ડના સ્કુન્થોર્પ ટાઉનમાં બહારની આબોહવા કોઇ પાક લઇ શકાય એવી નથી. એમ છતાં ફ્રેશ હર્બ્સનો પાક એક ઇન્ડોર ખેતરમાં તૈયાર છે. અહીં એક વર્ટિકલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે જે બ્રિટનનું સૌપ્રથમ આવું ખેતર છે. આ ખેતરમાં હજી ગયા મહિને જ કોથમીર, તુલસી, ડિલ અને ચાઇવ્સ જેવાં હર્બ્સ ઉગાડવામાં આવ્યાં છે. આ ખેતરમાં માટીનો એક કણ નથી એટલું જ નહીં, એ પાક જમીનને પેરેલલ નહીં પરંતુ દીવાલને લગોલગ ઊભો લેવામાં આવ્યો છે. આવતા અઠવાડિયે આ ઊભા ખેતરમાંથી પ૦૦ ટન જેટલાં હર્બ્સ નીકળશે. આ ખેતરની રખેવાળીનું કામ માત્ર ચાર માણસો કરે છે અને આ હર્બ્સની લણણીનું કામ ફ્રાન્ક નામનો રોબો એકલા હાથે કરી લેશે.

(3:24 pm IST)