Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ફાયર-અલાર્મ સાંભળીને ફાયરફાઈટર્સ દોડી આવ્યા, જોયું તો અલાર્મ પોપટ વગાડતો હતો

બ્રિટનના ડૅવેન્ટ્રી ટાઉનમાં ઈમર્જન્સીમાં હમેશાં ખડેપગે રહેતા ફાયરફાઈટર્સનું પોપટ થઈ ગયું. વાત એમ હતી કે એક ઘરમાં બે-ચાર વાર સ્મોક અલાર્મ વાગ્યું હોવાનો રિપોર્ટ સ્થાનિક ફાયરફાઈટર્સની ટીમને મળ્યો. બપોરના સમયે સ્મોક અલાર્મ  સાંભળીને પાડોસીઓએ ફોન કર્યો હતો. તરત જ બચાવકાર્યકરોની  ટીમ ત્યાં પહોંચી ગઈ. તેમણે જોયું તો ઘરમાં કયાંય સ્મોકનું નામનિશાન ન હતું. સવાલ એ હતો કે જો ધુમાડો ન હતો તો અલાર્મ કેમ વાગ્યું? ફાયરફાઈટર્સે સ્મોક અલાર્મ ખોલીને એમાં કંઈ ગરબડ તો નથીને એ તપાસવાનું શરૂ કર્યું. જોકે જ્યારે તેમણે અલાર્મ ખોલી નાખ્યું એ જ વખતે ફરીથી ફાયર-અલાર્મ સંભળાયું. આ અવાજ કયાંથી આવ્યો એ સાંભળવા તેમણે ઘર ખંખોળ્યું તો ખબર પડી કે પાંજરે પુરાયેલો પોપટ આવા અવાજો કાઢે છે. ફાયરફાઈટર્સની ટીમે આ સિસોટી વગાડતા પોપટની વિડિયો પણ લઈ લીધો હતો. વાત એમ હતી કે એક-બે વાર જ્યારે સ્મોક અલાર્મ વાગ્યું એ સાંભળીને પોપટે એની નકલ કરતા શીખી લીધું હતું.

(3:23 pm IST)