Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

આતંકવાદ વિરુદ્ધ અમે પાકિસ્તાનની ધરતી પર લડવા તૈયારઃ ઈરાન

તેહરાન :ઇરાનના ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ પાકિસ્તાનની જમીન પર આતંકવાદ વિરુદ્ધ લડાઈ કરવા માટે તૈયાર છે.ઈરાને કહ્યું કે એમની સેના પાકિસ્તાનની સેનાની મદદથી આતંકવાદ વિરુદ્ધ જંગ છેડવા માટે તૈયાર છે. ઈરાનના ગૃહ મંત્રી અબ્દોલ્રેજા રહમાની ફાઝલીએ કહ્યું કે બંને દેશોની બોર્ડરને સુરક્ષિત કરવા માટે પાકિસ્તાની સેનાની દેખરેખમાં પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવા માટે તેહરાન તૈયાર છે.

 ઈરાનના મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓક્ટોબરમા પાકિસ્ાતને ઈરાની સુન્ની વિદ્રોહીઓએ 14 ઈરાની જવાનોનું અપહરણ કર્યું હતું, જે બાદ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડવાનું મન બનાવી લીધું હતું. ઈરાનના મંત્રીએ કહ્યું કે ઈરાને અત્યાર સુધી પાકિસ્તાન સાથે સીમાની બીજી તરફ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ અભિયાન કર્યું નથી.

  ઈરાને કહ્યું કે અમે પાકિસ્તાનની સંપ્રભુતાનું સમ્માન કરીએ છીએ સરકારથી અપેક્ષા છે કે તેઓ પણ બંને દેશોની બોર્ડરને સુરક્ષિત કરવા માટે પહેલ કરશે ઓક્ટોબરમાં પાકિસ્તાનના સુન્ની આતંકવાદીઓએ ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના જવાનોનું અપહરણ કર્યું હતું આ ઘટના બાદ ઈરાને આકરી પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનને ઝાટક્યું હતું. ઈરાને કહ્યું હતું કે આતંકવાદ માટે પાકિસ્તાન સૌથી સુરક્ષિત જગ્યા છે.

(2:02 pm IST)