Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બપોરે સૂવાથી સ્વાસ્થ્યને ફાયદો કે નુકશાન ?

એ વાતને લઈને ઘણા લોકો હેરાન હોય છે, કે બપોરે ઉંઘ કરવી એ સ્વાસ્થ્ય માટે સારૂ છે કે ખરાબ? દરેક માણસની કોઈ એક વસ્તુને જોવાની અલગ-અલગ રીત હોય છે. બધા લોકોના પોતપોતાના કંઈક અલગ વિચાર અને નિયમ હોય છે. તેથી કેટલાક લોકોને બપોરે સૂવાની આદત હોય છે, તો વળી કેટલાક લોકો બપોરે સૂતા નથી. તો વળી કેટલાક લોકોને તેના નિયમીત કામનું ભારણ સૂવા દેતુ નથી અને બપોરે ભોજન કર્યા બાદ આળસ આવવા લાગે છે. તો જાણો બપોરની ઉંઘ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકશાનકારક?

હકીકતમાં બપોરની ઉંઘ સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે. એ વાતને વિજ્ઞાનનું પણ સમર્થન મળી ગયુ છે. યુનિવર્સીટી ઓફ પેનસિલવેનિયામાં સાઈકલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું કે, બપોરની ઉંઘ માત્ર આળસને જ દૂર નથી કરતી, તે તમારા તમામ પ્રકારના પર્ફોમન્સને પણ સારા બનાવે છે. બપોરે સૂવાથી રોગપ્રતિકારક શકિત પણ વધે છે અને હૃદયની બિમારીનું જોખમ ઓછુ રહે છે.

૧૫ થી ૩૦ મિનીટની ઉંઘ આળસ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ, તમને માનસિક થાક પણ લાગ્યો છે, તો ૯૦ મિનીટ ઉંઘ કરવી જોઈએ.

આટલી ઉંઘ બાદ તમે નિંદ્રાવસ્થામાંથી ઉઠી શકો છો. પરંતુ, જો તમે આ અવસ્થામાં વચ્ચે જ ઉઠી જાવ છો, તો બની શકે છે કે તમને વધુ થાક મહેસુસ થાય છે. શોધકર્તાઓએ જણાવ્યુ કે, વર્કઆઉટ કર્યા બાદ તરત ન સૂવુ જોઈએ. વર્કઆઉટ કર્યા બાદ મગજ તેજીથી કામ કરવા લાગે છે. ત્યારે ઉંઘ આવવામાં મુશ્કેલી થશે. વર્કઆઉટ કર્યાના ઓછામાં ઓછા ૨ કલાક બાદ જ સૂવુ જોઈએ. જો તમને બપોરે સૂવાની જરૂર ન લાગે, તો ન સૂવુ જોઈએ. કારણ કે બધાને તેનો ફાયદો થતો નથી.

(12:29 pm IST)