Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જાણો શિયાળામાં ખજૂર ખાવાથી થતા ફાયદા

શિયાળામાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને ખાવાથી શરીરમાં ગરમાહટ બની રહે છે. એવી રીતે શિયાળામાં ખજૂર પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરનું સેવન લોકો ઘી સાથે, ખજૂર શેક કે ખજૂર પાક બનાવીને કરે છે. તેમાં આયર્ન, મિનરલ, કેલ્શિયમ, અમીનો એસિડ, ફોસ્ફરસ અને વિટામીન્સ જેવા પોષકતત્વો પ્રચુર માત્રામાં હોય છે. તો જાણો મધુર ખજુરના ફાયદા.

ડાયાબીટિસ : ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રકટોઝ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી ડાયાબીટિસ નિયંત્રીત રહે છે અને ઈમ્યુન પાવર બૂસ્ટ થાય છે.

કોલેસ્ટ્રોલ : એક ખજૂરમાંથી ૨૩ કેલેરી મળે છે. જેનાથી કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે. આ ઉપરાંત સેલ ડેમેજ, કેન્સર અને હૃદય સંબંધી સમસ્યાઓથી બચવા માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

એનર્જી : ખજૂરમાં ફાઈબર, આયર્ન, કોલ્શિયમ, વિટામીન અને મેગ્નેશ્યિમ ભરપુર માત્રામાં હોય છે. જે શિયાળામાં શરીરમાં ગરમાહટ પેદા કરે છે. ઉપરાંત એનર્જી પણ પ્રદાન કરે છે.

પાચનતંત્ર : ખજૂરમાં પ્રોટીન હોય છે. જેનાથી પાચનતંત્ર બરાબર રહે છે. તેને ખાવાથી એસિડીટીની સમસ્યા થતી નથી.

(12:28 pm IST)