Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જાપાનની કાર કંપની નિશાન મોટરના ચેરમેન કાર્લોસ ઘોસની ધરપકડ: નાણાંકીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ

જાપાનની કાર કંપની નિશાન મોટરના 64 વર્ષિય ચેરમેન કાર્લોસ ઘોસની સોમવારે ધરપકડ કરવમાં આવી છે. જાપાનની મિડિયા અનુસાર તેમના પર જાપાનના નાણાંકીય કાયદાઓનો ઉલ્લંઘનનો આરોપ છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર નિશાને આરોપોની પુષ્ટિ કરતા કહ્યું કે કાર્લોસે ઘણાં વર્ષો સુધી પોતાની ઈન્કમને વાસ્તવિકતાથી ઓછી બતાવી છે. તેમણે કંપનીના પૈસાનો પ્રાઈવેટ વપરાશ કર્યો છે. વ્હિસલ બ્લોઅરની ફરિયાદ બાદ કાર્લોસની વિરુદ્ધ તપાસ શરૂ થઈ હતી. તેમને ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવશે.

  કંપનીના એક ડાયરેક્ટર ગ્રેદ કૈલી પર પણ આવો જ આરોપ છે. તેમને પણ દૂર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર્લોસે ફ્રાન્સની ઓટો કંપની રેનોના ચેરમેન અને સીઈઓ પણ છે. કાર્લોસની ગણતરી જાપાનના ટોપ એક્ઝિક્યુટીવમાં થાય છે.

(1:05 am IST)