Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૬ મહિના સુધી પેટમાં દુખાવાથી પીડાતો હતો યુવાનઃ ડોકટરોએ સર્જરી કરી મોબાઈલ કાઢ્યો

આ વ્યકિત ૬ મહિના પહેલા ભૂલથી મોબાઇલ ફોન ગળી ગયો હતોઃ તેને પોતાને પણ આ વિશે ખબર ન હતી

લંડન,તા.૨૦: બ્રિટનમાં ડોકટરે એક વ્યકિતના પેટમાંથી નોકિયા મોબાઇલ ફોન કાઢ્યો હતો. આ વ્યકિત ૬ મહિના પહેલા ભૂલથી મોબાઇલ ફોન ગળી ગયો હતો. તેને પોતાને પણ આ વિશે ખબર ન હતી. સતત પેટમાં દુખાવાની ફરિયાદ અને સ્થિતિ વધુ ખરાબ થયા પછી તે ડોકટર પાસે ગયો. ડોકટરે એકસ-રે કરાવ્યો અને તે જોઈને આશ્યર્ય ચકિત થઈ ગયા. ત્યારબાદ આ વ્યકિતનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મોબાઇલ કાઢી દેવામાં આવ્યો હતો. અત્યારે દર્દીની સ્થિતિ ઠીક છે.

૩૩ વર્ષીય યુવાનના પેટનુ ઓપરેશન ઇજિપ્તની અસ્વાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દર્દીના પેટમાંથી મોબાઇલ ફોન બહાર નીકળશે તેનો ડોકટરોને બિલકુલ અંદાજો ન હતો. દર્દી મોબાઇલ કેવી રીતે ગળી ગયો તે હજી સુધી જાણી શકાયું નથી.

આ કેસ બ્રિટનનો છે. ૩૩ વર્ષીય શખ્સ ૬ મહિના પહેલા ભૂલથી નોકિયાનો મોબાઇલ ગળી ગયો હતો. ઓપરેશન હાથ ધરનારી મેડિકલ ટીમનું નેતૃત્વ કરનારા ડો.સ્કેન્ડર ટેલ્જાકુએ દર્દીના પેટમાંથી કાઢી નાખવામાં આવેલા ગુલાબી નોકિયા ૩૩૧૦ ફોનની તસવીરો શેર કરી હતી.

મુજબ ૩૩ વર્ષીય યુવાનના પેટનુ ઓપરેશન ઇજિપ્તની અસ્વાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું

સંયુકત અરબ અમિરાતના મીડિયા આઉટલેટ ગલ્ફ ટુડેના મતે અસવાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના નિર્દેશક મંડલના અધ્યક્ષ મોહમ્મદ અલ દહશૌરીએ કહ્યું કે તેમણે પ્રથમ વખત આવો કેસ જોયો છે. જેમાં એક દર્દીના પેટમાંથી આખો મોબાઇલ બહાર કાઢવામાં આવ્યો છે.

(9:58 am IST)