Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

૩.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ડોગી માટે ખાસ બનાવ્યો આલીશાન બંગલો

ચીનના બેજિંગમાં ઝોઉ ટિઆન્કિસઓ નામના ભાઇએ પોતાના પાળેલા ડોગી સિલવર માટે આલસશાન ઘર બનાવ્યું છે. ડોગીના આરામ માટે જે લકઝુરિયસ સુવિધાઓ છે એ તેના પોતાના ઘરમાં પણ નથી. સિલવર ડોગી માટેતેણે ૩.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગલો બનાવ્યો છે. આ બંગલો સંભાળવા દસ જણનો સ્ટાફ છે.આ બંગલો અને સ્ટાફનું મેનેજમેન્ટ ઝેઉભાઇની ગર્લફ્રેન્ડ સંભાળે છે. ઝોઉ પોતે એક-કન્ડિશનર વિનાના એપાર્ટમેન્ટમાં રહે છે. ડોગી માટેના બંગલામાં સ્પા.નમ્પિંગ ગેમ્સ, સ્વિમીંગ-પૂલ, ગાર્ડન, વિશાળ ખંડ, વિશાળ બેડ અને પ્લેરૂમ છે. આ ડોગી માટે આટલોબધો પ્રેમ કેમ છલકે છે ? એના જવાબમાં ૩૧ વર્ષના ઝેઉભાઇનું કહેવું છે કે ચાર વર્ષ પહેલા તે બેરોજગાર હતો અને પોતાની દાદી સાથે રહેતો હતો. પરંતુ સિલવરના આવ્યા પછી તેનું જીવન અચાનક બદલાઇ ગયું અને તે સફળતાની ટોચ પર પહોંચી ગયો, તેનું કહેવું છે કે ' મને કોઇ ચીજથી આનંદ મળતો નહોતો, પણ કોઇ વફાદાર મિત્રની જરૂર હતી. મેં સાંભળેલુ કે ડોગી વફાદાર હોય છે. હું મારા માટે આ સિલવર ડોગીને દત્તક લઇ આવ્યો. સિલવરના આવ્યા પછી મને એવો જ પ્રેમ મળવા લાગ્યો. તે વધુ ને વધુ સમય સિલવર સાથે ગાળતલ હતલ.'

આ મોજમસ્તીના સમયમાં ડોગી સાથે તેે વિડીયો ખેંચતો અને ઓનલાઇન શેર કરતો.આ ડોગી સોશ્યલ મીડિયા પર એટલોો ફેમસ અને લોકપ્રિય થઇ ગયો કે એના લાખો ફ્રેન્સ બની ગયા. તેને એક ડલગ-ફુડ અને ટોય-સ્ટોરના બ્રે)ડ-એમ્બેસેડર બનવાનું બહુમાન મળ્યું અને એના થકી તેને કરોડો રૂપિયાની કમાણી થવા લાગી. તકદીરે કરવટ લીધા પછી ઝોઉને લાગ્યું કે ડોગી દ્વારા કમાયેલી સંપતિ તેના જ એશઆરામ માટે વાપરવી. તેણે ૮૬૦૦ સ્કવેર મીટરના પ્લોટમાં વિશાળ બંગલો બનાવ્યો છે. ઝોઉ આ ડોગીની એટલી કાળજી રાખે છે એ જોઇને લોકોને. નવાઇ લાગે છે; પણ આ ભાઇનું કહેવું છે કે જો આ સિલવર ન હોત તો હું મારૂ જીવન જુગાર, દારૂ અને સિગારેટની પાછળ વેડફતો હોત અને ગરીબીમાં સબડતો હોત. (૩.૧૦)

(3:57 pm IST)
  • કર્ણાટકના પ્રસિદ્ધ લિંગાયત સંત સિદ્ધલિંગ સ્વામીનું ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ગદાંડમાં નિધન : સિદ્ધલિંગ સ્વામીના તોતાડાર્ય મઠના એક સભ્યે આ માહિતી આપી :મુખ્યમંત્રી કુમારસ્વામીએ સિદ્ધલિંગ સ્વામીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી access_time 12:42 am IST

  • શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી રૂપાણીને મોકલી લીગલ નોટીસઃ રૂપાણીના નિવેદન અંગે શકિતસિંહે ફટકારી નોટીસઃ બે અઠવાડીયામાં ખુલાસો આપવાનો કર્યો ઉલ્લેખઃ માનહાનિ અને દિવાની કેસ કરવા નોટીસ ફટકારી access_time 3:34 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST