Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

યુગલે પ્રેગ્નન્ટ મહિલાને વૃક્ષ સાથે બાંધી પેટ ચીરીને બાળક કાઢી લીધું

લંડન : બ્રાઝિલમાં રૃંવાડાં ખડા કરી દેતી એક  ઘટના બહાર આવી છે. એમાં ૨૩ વર્ષની મારા ક્રિસ્ટિના દ સિલ્વા નામની છોકરીનું અત્યંત કરૂણ રીતે મર્ડર થયું. મારા ને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઇ નહીં પરંતુ તેમનાજ પાડોશમાં રહેતું એક યુગલ હતું. ૪૦ વર્ષની એન્જલિના રોડ્રિગ્સ અને તેના હસબન્ડ રોબર્ટોએ મારાને કરૂણ રીતે મારી નાખી હતી. વાત એમ હતી કે એન્જલિના મા બનવા માગતી હતી, પણ તેને એ સુખ મળી શકે એમ નહોતું. એ જ આરસામાં તેના પાડોશમાં રહેતી મારા નામની યુવતી પ્રેગ્નન્ટ થઇ.એના થોડા જ સમયમાં એન્જલિનાએ પણ પોતે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર કરી. આ પહેલાં પણ તેણે બે વાર પોતે પ્રગ્નન્ટ હોવાની વાત ફેલાવેલી, પણ એ નકલી નીકળી હતી. પાડોશણ મારા ગર્ભવતી હોવાનું જાણીને તેણે તેની ખુબ કાળજી રાખવાની શરૂ કરી દીધી હતી. જયારેતેના ગર્ભને આઠ મહિના પુરાઅ થયા ત્યારે એન્જલિનાએ આવનારા બાળક માટેની ખરીદી કરવા માટે બહાર જઇએ એમ કહીને મારાને તેની સાથે લીધી હતી. જોકેપછી નિઃસંતાન દંપતીએ મારાને ખુબ દારૂ પીવડાવ્યો. નશામાં તે બેહોશ થઇ ગઇ એટલે તેને ઝાડ સાથે વાયરથી બાંધી દીધી અને પછી પેટ ચીરીને બાળક કાઢી લીધું. અતિશય લોહી વહી જવાને કારણે બેહોશીની અવસ્થામાં જ મારાનો જીવ નીકળી ગયો. પેટ પર કાપો મુકવાથી બાળકના માથા પર પણ કાપો ફરી ગયો હોવાથી એન્જલિના તરત જ બાળકને લઇને હોસ્પિટલે ગઇ.ત્યાં તેણે ડોકટરોને કહયું કે તેણે પોાતાના ઘરમાં જ આ બાળકને જન્મ આપ્યો છે અને હવે ચેકઅપ માટે લાવી છે. જોકે ડોકટરોને શંકા ગઇ, કેમ કે એન્જલિનાના શરીરમાં ડિલિવરી થયાંનાં કોઇ જ લક્ષણો જણાતાં નહોતાં.હોસ્પિટલે પોલીસને બોલાવી અનેતેના ઘરે જઇને તપાસ કરવામાં આવી. પાડોશમાં ગર્ભવતી મહિલાની હત્યા સાથે આ વાતનો તાળો બેસતા પોલીસે કડક પુછપરછ કરી એટલે એન્જલિના ભાંગી પડી અનખે પોતાનો ગુનો કબૂલી લીધો.

(3:56 pm IST)
  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST

  • અમદાવાદ :શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર :માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે,:22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:સંસ્કૃત માધ્યમ,જેલના કેદીઓએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. access_time 7:38 pm IST

  • ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત ૮૭નો પગાર વધારો મંજુરઃ રાજકોટઃ આજે જનરલ બોર્ડમાં કોંગ્રેસના ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત કુલ ૮૭ પ્રતિનિધિઓનો પગાર વધારો મંજુર થઈ ગયો હતોઃ હવે આ તમામને મહિને ૧૫૦૦૦ સુધીનું ભથ્થુ મળશે access_time 3:32 pm IST