Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ડાર્ક સર્કલ દુર કરવા આટલુ કરો

આંખની નીચે ડાર્ક સર્કલ થવા એ એક  સામાન્ય વાત બની ગઇ છે. ઉંઘ પુરી ન થવી, કોમ્પ્યુટર પર મોડી રાત સુધી  કામ  કરવુ, શારિરીક નબળાઇ, થાક અથવા કોઇ બીમારીના કારણે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. ડાર્ક સર્કલ થતા ચહેરાનું આર્કષણ ઘટી જાય છે. છોકરીઓ ડાર્ક સર્કલ  દુર કરવા માટે કેટકેટલુ કરે છે, છતા કોઇ ફાયદો થતો નથી. તમે અમુક વાતોની  કાળજી રાખી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

. ડાર્ક સર્કલની સમસ્યાથી બચવા માટે ઓછામાં ઓછા ૮ કલાકની ઉંઘ જરૂર લેવી. આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવુ કે વધારે સૂવાથી પણ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે.

. આંખોની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. તેથી તેની સંભાળ રાખવી પણ જરૂરી હોય છે. આંખોની સુંદરતાને બનાવી રાખવા અને ડાર્ક સર્કલની સમસ્યાથી બચવા માટે આંખો નીચે હળવા હાથે મસાજ કરો.

. વધારે તેજ લાઈટમાં લખવા-વાંચવા જેવા કામ ન કરવા જોઈએ. આ ઉપરાંત બને એટલુ કોમ્પ્યુટર ઉપર વધારે સમય કામ કરવાથી બચવુ.

. ડાર્ક સર્કલની સમસ્યાથી બચવા માટે વધારે તીખુ અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવુ જોઈએ. આ ઉપરાંત દિવસમાં ૮ ગ્લાસ જેટલુ પાણી પીવુ જોઈએ.

. હળદરને દૂધમાં મિકસ કરી થોડુ મધ મિકસ કરો. રાત્રે સુતા પહેલા ડાર્ક સર્કલ પર લગાવો. સવારે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જશે.

. અડધી ચમચી કાકડીના રસમાં મધ અને બટેટાનો રસ મિકસ કરી આંખોની નીચે લગાવો. જ્યારે તે સૂકાઈ જાય, તો સાફ પાણીથી ધોઈ લો.

(10:00 am IST)