Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જો તમે ખુશી મેળવવા ઈચ્છો છો..તો આ આદતોને કહો બાય..બાય..

આપણે આપણી સરખામણી બીજા સાથે કરીએ છીએ અને આપણે પણ તેના જેવુ બનવાની કોશિશ કરીએ છીએ.. આ બધી વસ્તુઓ આપણી ખુશીમાં બાધારૂપ બને છે

ખુશ રહેવા કોણ ન ઈચ્છતુ હોય?? બધા લોકો ખુશી મેળવવા માટે કંઈને કંઈ કરતા હોય છે. કારણ કે આપણા જીવનમાં એટલી બધી વસ્તુઓ થતી રહેતી હોય છે કે આપણે પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. દરરોજની દિનચર્યા આપણને થકાવી દે છે.

પરંતુ, આજે તમે ખુશ રહેવા માટેની એવી રીત જાણો કે જેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બદલામાં તમને ખુશી મળશે. આપણા બધાની આદત હોય છે કે આપણે આપણી સરખામણી બીજા સાથે કરીએ છીએ કે તે આવો છે.. તે આવી છે.. અને આપણે પણ તેના જેવુ બનવાની કોશિશ કરીએ છીએ. આ બધી વસ્તુઓ આપણી ખુશીમાં બાધારૂપ બને છે.

આપણે જેવા છીએ તેવા સારા જ છીએ, આપણે કોઈના જેવુ બનવાની જરૂર નથી. આપણે જે લોકો જેવા બનવા માંગીએ છીએ તે શું આપણા જેવા બની શકશે? નહિં ને? તો પછી મગજમાંથી આ બધી વાતોને કાઢી નાખો. ત્યારે જ તમે ખુશ રહી શકશો.

તમારી સાથે જીવનમાં જે ઘટના બને છે, તેની સકારાત્મક બાજુ તમે તમારૂ ધ્યાન કેન્દ્રિત કરશો તો ખુશી પોતાની રીતે તમારી પાસે આવી જશે. તમારે બીજા લોકો સાથે તમારી ખુશી શેર કરવી જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવી કે તમે અન્ય લોકોને જેટલી ખુશી આપશો, તે બમણી થઈને તમારી પાસે પરત આવશે.

આપણે એ લોકોને ન મળવુ જોઈએ, જે આપણે ખામીઓ વિશે જણાવતા હોય અથવા તો વાત-વાતમાં કોઈ પણ કામ માટે ટોકતા હોય. પરંતુ, આપણે એ લોકોને મળવુ જોઈએ, જે હંમેશા ખુશ રહેતા હોય. આવા માણસને મળીને તમને ખુશી પણ મળશે અને ખુશ રહેવાના રાઝ પણ જાણવા મળશે.

(10:00 am IST)