Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પાકિસ્તાન પોતાના 12 ફાઈટર વિમાન આર્જેન્ટિનાને વેચી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: દેવાના બોજ નીચે દબાયેલું પાકિસ્તાન હવે ફાઇટર જેટ વેચવા જઇ રહ્યું છે. મીડિયાના અહેવાલ અનુસારઆર્જેન્ટિના પાકિસ્તાન પાસેથી ૧૨ જેએફ-૧૭એ બ્લોક-૩ વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના જિયો ટીવીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આર્જેન્ટિનાના સત્તાવાર ૨૦૨૨ના બજેટ મુસદ્દામાં પાકિસ્તાન પાસેથી ૧૨ પીએસી જેએફ-૧૭ એ બ્લોક ૩ ફાઇટર વિમાનોની ખરીદી માટે ૬૬.૪ કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી છે. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બજેટ આર્જેન્ટિનાની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. જો કે એનો એ અર્થ થતો નથી કે સમજૂતીને અંતિમ સ્વરૃપ આપી દેવામાં આવ્યું છે કારણકે આર્જેન્ટિનાએ હજુ સુધી વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. જો કે તે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા માગે છે. આર્જેન્ટિનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના કેટલાક અન્ય દેશો પાસેથી જેટ ખરીદવાના પ્રયત્નો કર્યા હતાં. જો કે નાણાંની અછત અથવા બ્રિટનના વિરોેધને કારણે આ શક્ય બન્યું ન હતું. ગયા વર્ષે બ્રિટને આર્જેન્ટિનાના દક્ષિણ કોરિયન ફાઇટર જેટના વેચાણ પર રોક લગાવી દીધી હતી. બ્રિટનના સંરક્ષણ જર્નલ અનુસાર જેએફ-૧૭ થંડર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને ચીનના ચેંગદુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિકસિત એકલ એન્જિનવાળુ અનેક ભૂમિકાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ફાઇટર જેટ છે.

(5:57 pm IST)